નવી દિલ્હી
ટીમ ઈન્ડિયાએ ૨૦૧૩થી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ જેવા મહાન ખેલાડીઓ હોવા છતાં, આ ટીમ ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં રમાનાર ૨૦૨૨ ્૨૦ વર્લ્ડ કપ હશે. આ પછી, ૨૦૨૩ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ભારતમાં રમાનાર છે. આવી સ્થિતિમાં, નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બંને ટૂર્નામેન્ટ જીતે અને ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટની ટ્રોફીની ખોટને ખતમ કરે.ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં ખરાબ પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા હવે નવી શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા ૧૭ નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ્૨૦ સીરીઝ રમશે, જેની પ્રથમ મેચ જયપુરમાં થશે. આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના નવા વાઈસ કેપ્ટન કેએલ રાહુલે (મીડિયા સાથે વાત કરી અને તેણે નવા હેડ કોચ રાહુલ દ્રવિડ પર મોટી વાત કરી હતી. કેએલ રાહુલે જણાવ્યું કે રાહુલ દ્રવિડની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાને કેવી રીતે ફાયદો થશે. આ સાથે આ ખેલાડીએ રાહુલ દ્રવિડની ખાસિયત વિશે પણ જણાવ્યું, જેના પછી દરેક ખેલાડીને ચેમ્પિયન તરીકે જાેવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેએલ રાહુલને રાહુલ દ્રવિડના પ્રભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘હું ખૂબ જ નસીબદાર છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. જ્યારે હું નાનો હતો, ત્યારે હું તેમની જેમ રમતને સમજવાની કોશિશ કરતો હતો. તેમણે કર્ણાટકમાં અમને ઘણી મદદ કરી છે. તે દેશભરના ખેલાડીઓને મદદ કરે છે. તે ટીમ ઈન્ડિયામાં જાેડાયા બાદ હવે અમને તેની પાસેથી ઘણું શીખવાનો મોકો મળશે. કેએલ રાહુલે જણાવ્યું કે, કેવી રીતે રાહુલ દ્રવિડ એક સારા ખેલાડીને ચેમ્પિયન ખેલાડીમાં ફેરવે છે. રાહુલે કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે રાહુલ દ્રવિડ કેટલું મોટું નામ છે. અમારી પાસે તેમની પાસેથી ઘણું શીખવાનો મોકો છે. કોચિંગની વાત કરીએ તો, મેં તેના કોચિંગ હેઠળ ઈન્ડિયા છ માટે કેટલીક મેચ રમી છે. દ્રવિડની ખાસિયત એ છે કે તે રમતને સારી રીતે સમજે છે અને તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કૂલ રાખે છે. તે હંમેશા ટીમ વિશે જ વિચારે છે. રાહુલ દ્રવિડની આ ગુણવત્તા તેમને અન્ય કરતા અલગ બનાવે છે. ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ સીરીઝ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ આગળ વધ્યા છે.
