Gujarat

ગુજરાત આર્ટ સોસાયટી અને ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત આર્ટ સોસાયટીનો બીજો મેગા આર્ટ કેમ્પ શરૂ. તા. ૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૧

*ગુજરાત આર્ટ સોસાયટી અને ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત આર્ટ સોસાયટીનો બીજો મેગા આર્ટ કેમ્પ શરૂ. તા. ૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનાર આ કેમ્પમાં ગુજરાત તેમજ મુંબઈના કુલ ૫૫ જેટલાં કલાકારોએ પોતાની કલાસાધના શરૂ કરી.*

વિક્રમ સંવત ૨૦૭૮ના શરૂ થયેલ નવા વર્ષે ગુજરાતી કલાની ઓળખ ઊભી કરવા અને ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી કલાની સાચી સમજણ પહોંચાડી મૌલિક સર્જન કરતા છેવાડાના કલાસર્જકની સેવા કરવા આશ્ચર્યથી ઊભી કરવામાં આવેલ કલા સોસાયટી જે વાડાબંધી તેમજ શેઢાના નિર્માણ થી દૂર રહી એક પરિવારની ભાવનાથી, “કલાનુ સંરક્ષણ અને સંવર્ધન”ના મુખ્ય ધ્યેય સાથે બીજો કાર્ય શિબિર ગાંધર્વપૂર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારા ખાતે તા. ૧૬ નવેમ્બર ૨૦૨૧ ના રોજ શરૂ થયો, જેમાં સમગ્ર ગુજરાત તેમજ મુંબઈના કુલ ૫૫ જેટલાં કલાકારો પોતાની કલાસાધનાને ઉજાગર કરવાની શરૂઆત કરી. આ કાર્યશિબિરમાં ગુજરાતના છેવાડાના કલાકારોએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈના કલાકારો સાથે પોતાની કલાસંગત ઊભી કરી હતી…
ગુજરાત આર્ટ સોસાયટીના અધ્યક્ષશ્રી વૃંદાવન સોલંકીની શુભકામનાઓ સાથે અમદાવાદથી મૌના પંચાલ, નાગજીભાઈ પ્રજાપતિ અને વૈશાલી ભાવસાર; અમરેલીથી જીવરાજ પડાયા અને મનોજ ચુડાસમા; આણંદથી અશોક ખાંટ; ખેડાથી કૈલાશ દેસાઈ અને અર્પણ પરમાર; ગીર સોમનાથથી અજીત ભંડેરી; છોટા ઉદેપુરથી નંદુભાઈ રાઠવા અને અજીત પટેલ; જૂનાગઢથી જયેશ ક્યાડા; ડાંગથી સૂર્યા ગોસ્વામી અને ચન્દ્રકાન્ત પરમાર; તાપીથી અજીત ચૌધરી અને વિનોદભાઈ ચૌધરી; નવસારીથી કેશવ ટંડેલ અને મુકેશ પટેલ; પોરબંદરથી અજય ગોહેલ અને હરદેવસિંહ જેઠવા; ભરૂચથી રોહિત પટેલ; ભાવનગરથી ડો.અશોક પટેલ, જગદીશભાઈ જોષી, નિરુપમાબેન ટાંક અને રમેશભાઈ ગોહિલ; મહિસાગરથી અજય સોલંકી; મહેસાણાથી દિનુ પટેલ અને પ્રવિણભાઈ ચૌધરી; મુંબઈ થી ગાયત્રી મહેતા; રાજકોટથી નવનીત રાઠોડ અને ઉમેશ ક્યાડા; વડોદરાથી અતુલ પડિયા, ગીતા પરમાર, ગીરીશ ખત્રી, કાંતિ પરમાર, કૃષ્ણ પડિયા, મુકુંદ જેઠવા અને વાત્સ્યા પડિયા ; વલસાડથી નટુ ટંડેલ; સુરતથી ભરત પટેલ, ભાવેશ પટેલ, ચંદ્રકાન્ત પ્રજાપતિ, દિપક મહેતા, જય ગોહિલ, જયદિપ મૈસુરીયા, જીતેન્દ્રભાઈ પટેલ અને કિશોર મીસ્ત્રી, મુકેશ ધોળકિયા અને હિતેશ સુરતી આ મેગા આર્ટ કેમ્પમાં હાજર રહી સાપુતારાની કુદરતી સૌંદર્યથી ભરપૂર ધરા પર પોતાની કલામાં આકારવા થનગની રહ્યા છે. અમદાવાદથી અપૂર્વ દેસાઈ મહેમાન કલાકાર તરીકે હાજર રહી કલાકારો સાથે ઉત્સાહભેર ચિત્રકાર્ય કર્યુ હતું.

ઉમેશ ક્યાડા
સેક્રેટરી
ગુજરાત આર્ટ સોસાયટી

IMG-20211117-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *