Gujarat

લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવશે

૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો અને મધ્ય પ્રદેશના ૨૯-બેતુલ સંસદીય ક્ષેત્રમાં ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે

તમામ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કામાં નામાંકનની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૪ છે.

સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી ૧૨ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન આવતીકાલે એટલે કે ૧૨.૦૪.૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના ૨૯-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે.

મધ્યપ્રદેશના ૨૯ બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાનની સાથે આ ૯૪ સંસદીય ક્ષેત્રોમાં મતદાન ૦૭.૦૫.૨૦૨૪નાં રોજ થશે. બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી લડી રહેલા ઉમેદવારના નિધનને કારણે મધ્યપ્રદેશના ૨૯-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રની ચૂંટણી જે બીજા તબક્કામાં યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી.

ત્રીજા તબક્કામાં સામેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે, જ્યાં મતદાન થશે.