દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અંબુજા નગર વિસ્તારમાંથી ₹2.20 લાખના મુદ્દામાલ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દ્વારકા પીઆઇ એમ.જી. જાડેજા અને પીએસઆઇ આર.એલ. ચોપડાની ટીમે એસપી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ઝડપાયેલાઓમાં પરેશભાઈ મધુભાઈ વાળા, પ્રદીપભાઈ દેવશીભાઈ, પરેશ જતી બચુ જતી (રહેવાસી દ્વારકા તથા પોરબંદર) અને અન્ય બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ₹1,04,000 રોકડા, ₹40,000ની કિંમતના મોબાઈલ ફોન અને એક મારુતિ અલ્ટો કાર સહિત કુલ ₹2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જમાદાર હરપાલસિંહ જાડેજા અને કુલદીપસિંહ ખુમાણને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

