Gujarat

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : “181” અભયમ મહિલા હેલ્પ લાઇન છોટાઉદેપુર 

છોટાઉદેપુર જિલ્લામાં એક તાલુકાના એક ગ્રામ વિસ્તાર માંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મહિલા જણાવે છે કે પતીએ અપશબ્દો બોલી ઝગડો કરે સરનામુ જણાવતા  181 ની ટીમને ઘટના સ્થળે પોહચી  પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમ પીડિતાયે જણાવ્યુ હતું કે લગ્ન ને હજી 3 વર્ષ થયા છે અને 2 દીકરા  છે 3 માસ નું નાનો દીકરો છે.જે મારા પતિએ લઈ લીધેલ છે. ઝગડો થાતા હું પિયર માં જતી રહી હતી મારો  3 માસ નો નાનો દીકરો છે.જે મને આપતા નથી .મારા પતિને સમજવામાં મદદ ની જરૂર છે.મારી તબિયત સારી ના હતી જેથી પિયર માં જવું હતું પિયરમાં જવા ના પાડી .અને વ્યસન કરીને મારી જોડે ઝગડો કર્યો.કામ કરવામાં મોડું થયું હોય તેમાંથી સાસુ અને પતિ એ ઝગડો કરી તું અમારા ઘરમાંથી નીકળી જા કહી પીડિતાને ઘરમાંથી નીકળી ગઈ હતી અભયમ ની ટીમે સાસુ અને પતિ સાથે કાઉન્સિલિંગ કરવામાં આવેલ તેમજ સાસુને સમજાવેલ કે મહિલાને યોગ્ય સાથ સહકાર આપે તેમજ વહુ પ્રત્યેની જવાબદારી સમજાવેલ અને ત્યારબાદ સાસુ પોતાની ભૂલ સ્વીકારી દીકરી તરીકે રાખીશ કહી વહુ સાથે સમાધાન કરેલ અને પતિને વ્યસન ના કરવાનું માર્ગદર્શન આપી કાયદાકીય સમજ આપી મહિલાને બાળક નાનું છે એકલા મૂકીને જવું નહિ કહી બાળક અને પત્ની ની કાળજી લેવા સલાહ સૂચન આપેલ અને કુશળ કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર પરીવાર સાથે મહિલાનું સુખદ સમાધાન કરાવેલ હતું.