Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણામાં ખેડૂતને પીજીવીસીએલ દ્વારા રાતી પાય પણ ના ચૂકવાય….

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા મ પરસોત્તમભાઈ મધુભાઈની વાડીએ સર્વિસ વાયર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવે જેમાં પોતાનું બળદ ગાડું મોટરસાયકલ ભેંસ તેમજ પશુપાલન માટે રાખેલ ચારો અને પોતાની ઘરવખરી અનાજ કઠોળ  સામગ્રી બળીને ખાખ થઈ ગયેલ હતી જેની જાણ પીજીવીસીએલના અધિકારીઓને કરતા આજ દિન સુધી ખેડૂતને ફૂટી કોડી પણ મળેલ નથી .. અને ખેડૂતને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે તો આ અંગે તાત્કાલિક અસરથી ખેડૂતને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું