રાજકોટના બહુમાળી ભવન વિસ્તારમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું
રસ્તા પર વિવિધ આકૃતિઓ બનાવી રાજકોટવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરાયા

રાજકોટ તા. ૧૪ એપ્રિલ – લોકશાહીના અવસરમાં દેશના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
તેવામાં રાજકોટના બહુમાળી ભવન વિસ્તારમાં રસ્તાઓ પર મતદાનની વિવિધ આકૃતિઓ બનાવીને રાજકોટવાસીઓને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. આ તકે રાજકોટના સીનીયર સીટીઝન અને યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


