લોકશાહીનો અવસર….
રાજકોટ, ધોરાજી તથા ઉપલેટા વિધાનસભા વિસ્તારમા બી.એલ.ઓ દ્વારા આમંત્રણ પત્રિકા વિતરિત કરાઈ
આમંત્રણ પત્રિકા સાથે “મતદાન મહાદાન” નો સંદેશો આપી લોકોને મતદાન માટે પ્રેરિત કરાયા

રાજકોટ તા. ૧૪ એપ્રિલ, આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે

તા.૧૩.૦૪.૨૦૨૪ ના રોજ ૬૮ રાજકોટ પુર્વ વી. મ.વી માં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શન અંતર્ગત પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી ભાગ નંબર ૨૨૭ – જંગલેશ્વર વિસ્તારમાં ઝોનલ ઓફીસરશ્રી તથા બુથ લેવલ ઓફિસર શ્રી દ્વારા આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારોને મતદાન વિષે સમજણ આપવા ૭૫ -ધોરાજી વિ. મ .વિ.માં સમાવિષ્ટ ધોરાજી તાલુકાના અને ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરના પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવતવાળા તેમજ ૫૦% થી ઓછા મતદાનવાળા ભાગ નં. ૨૦૯- ધોરાજી -૪૮ તથા,૧૯૦ – ધોરાજી -૨૯, ૨૪૬- તોરણીયા -૧,૨૪૭- તોરણીયા -૨, ૧૮૮- ધોરાજી -૨૭, ૨૩૪ – મોટી મારડ -પ, ભાયાવદરના બી.એલ.ઓશ્રી દ્વારા આમંત્રણ પત્રિકા / પેમ્પલેટનું ઘરે-ઘરે જઈને વિતરણ કરી મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ અધિક કલેકટર તથા નોડલ ઓફિસર શ્રી સ્વીપ શ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.


