Gujarat

રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૧૪ એપ્રિલ – લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ

વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી રાજેશ્રી વાંગવાણીના દિશાનિર્દેશ અનુસાર રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ એચજે(Echjay) ફોર્જીંગ ઇન્ડસ્ટ્રીનાં યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મામલતદાર શ્રી શૈલેષ ચાવડા, નાયબ મામલતદાર શ્રી એન આર સોરઠીયા, એસ. ટી .આઇ. શ્રી ધવલ ખીમસુરિયા, બી.એલ.ઓ.શ્રી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત, આગામી ચૂંટણીમાં તા.૭ મેના રોજ અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં યુનિટનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.

IMG-20240414-WA0026.jpg