Gujarat

મોટી મોણપરી શ્રીરણછોડજી મહારાજના મંદિરે શ્રી રામ જન્મોત્સવ એવમ શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

મોટી મોણપરી શ્રીરણછોડજી મહારાજના મંદિરે શ્રી રામ જન્મોત્સવ એવમ શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે શ્રી રણછોડજી મહારાજના મંદિરે મહંત પૂ.કનૈયા બાપુના માર્ગદર્શન મુજબ ગ્રામ્ય સેવક ગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ.
કથા વ્યાસાસને વક્તા મહોદય શ્રીદિપકભાઈ ખંભોળીયા સરળ શૈલીમાં ભક્તિ ગમ્ય વાણી દ્વારા સંગીત સાથે શ્રોતાઓને કથાનું અમૃત પાન કરાવી રહ્યા છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ધર્મ અનુરાગી ભાઈઓ, બહેનો કથાનો લાભ લઈ રહ્યા છે.
આજના કથાના પ્રથમ સેશનમાં મહંત શ્રીકનૈયાબાપુએ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તથા આમંત્રિત મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરેલ. કથાનું રસપાન કરી રહેલ મોટી મોણપરી હાલ સુરત સ્થિત સુરેશભાઈ ઝાલાવાડીયા, વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, અગ્રણી રમણીકભાઈ દુધાત્રા તેમજ બહોળી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહેલ.
કથા દરમિયાન સ્ટેજનું સફળ સંચાલન જીગર રાદડિયા એ કરેલ. કથા આયોજક આચાર્ય રઘુરામજી મહારાજ, પૂ.પુરુષોત્તમ લાલજી, પૂ.પ્રભાશંકરલાલજી, શ્રી જશવંત રામજી, મહંત કનૈયાબાપુ ભરતલાલા, કિર્તીલાલાના મોનિટરિંગ સાથે બિપિનભાઇ રાદડિયા તથા ગામના યુવા ટીમ કથા મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રાત્રી સેશનમાં દરરોજ ધૂન, કિર્તનનું આયોજન કરવામાં આવેલ છે. તેમ આર.કે.કોઠારીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240415-WA0024.jpg