સાવરકુંડલા બાબર જ્ઞાતી વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ હનુમાન જ્યંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સાવરકુંડલા ના હાથસણી રોડ પર ચામુંડાપરા પાછળ આવેલ સમસ્ત બાબર જ્ઞાતિ વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમ ને હનુમાન જયંતી નિમિતે બાપા ની મોજ ધૂન મંડળ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ, બાબર સમાજ ના બહેનો દ્વારા ધૂન, કીર્તન, સત્સંગ વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવશે આતકે સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, બાબર જ્ઞાતિ સમાજ ના પ્રમુખ કાળુભાઈ ઝાલા, ઉપપ્રમુખ પ્રેમજીભાઈ ગોલેતર વગેરે અગ્રણીઓ અને બાબર જ્ઞાતિ સમાજ ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી ધામધૂમ પૂર્વક હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
