લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે
આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ
ચૂંટણી ખર્ચ બાબતે લોકસંપર્ક અર્થે અમરેલી સ્થિત સર્કિટ હાઉસ ખાતે મળી શકશે
—
અમરેલી, તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ (મંગળવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧૪- અમરેલી લોકસભા મતક્ષેત્રમાં ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે
આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ બાબતે લોકસંપર્ક અર્થે અમરેલી સ્થિત સર્કિટ હાઉસ બેઠક રુમ ખાતે સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦ દરમિયાન મળી શકશે. તેમના મોબાઈલ નંબર ૭૯૯૦૩ ૪૩૮૪૮ છે, તેમનો સંપર્ક કરી શકાશે, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
દિવ્યા ૦૦૦
