Maharashtra

તારક મહેતામાં શરૂઆતમાં લોકોએ મુનમુન દતાને બબીતાના રોલમાં પસંદ ન હતી કરી

મુંબઇ
મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ૨૦૦૫ અને ૨૦૦૬માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું.બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ બબીતા ??જી નીકળી જાય છે.બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સૌથી જૂની અભિનેત્રીઓમાંની એક છે. શોમાં બબીતાજી પર જેઠાલાલનું દિલ તો આવી જ ગયુ છે, પરંતુ ઘણા ચાહકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અભિનેત્રી માત્ર તારક મહેતા શોમાં જ કેમ જાેવા મળે છે, જાણો છો? મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૮માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધો ખૂબ જ પીડાદાયક હતા કારણ કે અરમાને તેમને મારવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવી પડી હતી. આ સંબંધને કારણે અભિનેત્રીની કારકિર્દીને પણ ઘણી અસર થઈ હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ તેને આ સિરિયલ સિવાય અન્ય કોઇ ખાસ વિકલ્પ મળ્યા નથી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.તેના દરેક ફોટા પર લોકો નફરતી કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ કલાકાર કહીએ તો ખોટું નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *