Maharashtra

આર્યર્નને જામીન મળ્યા બાદ શાહરૂખ ખાને શૂટિંગ શરૂ કય

મુંબઇ
આર્યનની જમાનત પછી શાહરૂખે પોતાના પુત્ર માટે એક સારા બોડીગાર્ડની શોધમાં હતો. પરંતુ હવે તેણે પોતાનો જુનો બોડીગાર્ડ પુત્ર આર્યનની સુરક્ષા માટે રાખ્યો છે. તેમજ તે પોતાના માટે નવો બોડીગાર્ડ શોધી રહ્યો છે. શાહરૂખનો બોડીગાર્ડ રવિ સિંહ બહુ વરસોથી અભિનેતા સાથે હતો. પરંતુ તેણે હવે તેને આર્યનની જવાબદારી સોંપી છે, આર્યનને જમાનત મળી ત્યારે પણ રવિ જ તેને જેલ લેવા પહોંચ્યો હતો. પુત્ર આર્યન ખાન ડ્રગ કેસમાં ફસાયા પછી શાહરૂખે પોતાની આગામી ફિલ્મોના શૂટિંગ રદ કરી નાખ્યા હતા. હવે આર્યન જામીન પર છુટી ગયો છે અને ફરી જીવનમાં સ્થાયી થવાના પ્રયાસ કરી રહ્યો છે. તેવામાં શાહરૂખે ખાન પણ ફરી શૂટિંગમાં જાેડાવાનો છે. શાહરૂખ ખાને શૂટિંગ પર જાેડાવા પહેલા દિગ્દર્શક સાથે શરત રાખી છે. તેણે વિદેશમાં થનારા પોતાના શૂટિંગના હિસ્સાને નાનો કરી દેવાનું સૂચન કર્યું છે. તેમજ વિદેશના શૂટિંગ દરમિયાન તે સપ્તાહના અંતમાં પરિવારને મળવા મુંબઇ આવશે. શાહરૂખ જલદી જ આદિત્ય ચોપરાની ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ કરવાનો છે. તેમજ ટાઇગર થ્રી ફિલ્મ માટે પણ શૂટિંગ કરવાનો છે. શાહરૂખે દિગ્દર્શકને વિનંતી કરી છે કે, તેનું શેડયુલ એ રીતે ગોઠવવું કે દર અઠવાડિયે મુંબઇ આવી શકે અને આ દરમિયાન અન્ય કલાકારોના હિસ્સાના શૂટિંગ ચાલુ રહે જેથી શૂટિંગમાં અવરોધ ન આવે અને શાહરૂખ પોતાના પરિવારને મળી શકે. આર્યન ખાન ડ્રગ કેસમાં ફસાયા પછી શાહરૂખ ખાન પોતાના પરિવાર પ્રત્યે વધુ પ્રોટેકટિવ થઇ ગયો છે. જાેકે તે પોતાની પ્રોફેશનલ લાઇફ અને ફેમિલી લાઇફ વચ્ચે પણ સંતુલન રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Shah-Rukh-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *