અમદાવાદ
આગામી ૧૧ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલ, આચાર્ય દેવવ્રત હાજર રહેશે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૩ ડિસેમ્બરના શિલાન્યાસ કાર્યક્રમ માટે ઁસ્ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ આવે તેવી પણ શકયતા છેઅમદાવાદમાં ઉમિયાધામનું ૨૦ નવેમ્બરે ભૂમિ પૂજન થશે. રૂપિયા ૫૫ કરોડના ખર્ચે બનવા જઈ રહેલું આ ઉમિયાધામ ૭૪,૦૦૦ ચોરસ વારમાં તૈયાર થશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. અમદાવાદ શહેરમાં તૈયાર થનારા આ ઉમિયાધામમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ૧૨૦૦ લોકો રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ બહારથી આવતા યુવક-યુવતીઓ અહીંયા ભણતા હોય તે હોસ્ટેલમાં રહી શકશે. આ ઉપરાંત ભોજનશાળામાં રૂ.૫૦માં ભોજન આપવામાં આવશે. ૫૦ રૂમનું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. ૨ બેન્કવેટ હોલ બનાવવામાં આવશે. ઉપરાંત તેમાં પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવશે જે ખૂબ જ નજીવા દરે સમાજના લોકોને આપવામાં આવશે. ઉમિયા કેરિયર અભિયાનમાં રૂ.૧ના ટોકનથી દીકરીઓને ભણાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રૂ.૧૫૦૦ કરોડનો છે. રૂપિયા ૧૫૦૦ કરોડના ઉમિયાધામ માટે લોકો મોટી સંખ્યામાં આગળ આવીને દાન કરી રહ્યા છે. આ માટે ૨૧ લાખ, ૫૧ લાખ અને કરોડ રૂપિયાના દાન આવી રહ્યા છે. પ્રોજેક્ટમાં ૧૦૦૦ ગાડીનું પાર્કિંગ પણ બનાવવામાં આવશે, જ્યારે ૧ મેડિકલ સેન્ટર ઉભું કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જેમ ભંડોળ આવશે તેમ પ્રોજેકટમાં એક બાદ એક કામ કરવામાં આવશે. ૨૦મી નવેમ્બરે યોજાનારા ભૂમિ પૂજન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. કડવા અને લેઉવા પટેલની ૪૩ સંસ્થાના આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઊંઝા ઉમિયા સંસ્થાન સોલાના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર આંદોલન સમયે જે કેસ થયા છે, તે પરત ખેંચવા અમારી સંસ્થા તરફથી સરકારને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને નવા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. સમાજના યુવાઓ સાથે અમારી લાગણી છે સરકાર આ મામલે વિચારણા કરીને ર્નિણય કરે તેવી અમને આશા છે.
