Gujarat

માંગરોળમાં શાંતિપુર્ણ માહોલમાં લોકોએ ઉત્સાહ સાથે મતદાન પુર્ણ.13 જુનાગઢ લોકસભા ઉમેદવારોનુ ભાવી Evm માં કેદ

89 માંગરોળ મત વિસ્તારમાં 62.96% મતદાન થયુ.
મતદારોમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી અને દરેક નાગરિકે લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરે તેવો લોકોએ સંદેશો પણ પાઠવ્યો.
માંગરોળ શહેરમાં સવાર સાત  વાગ્યાથી મતદારોની લાંબી કતારો લાગી હતી  મતદાન માટે ભાઈ બહેનો યુવાનોથી લઈ ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના પરિવાર જનો સાથે મતદાન કરવા મતદાન મથકોએ પહોંચી મતાધિકારના ઉપયોગ માટે સુવ્યવસ્થિત રીતે લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ અદા કરી અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
89 માંગરોળ મતવિભાગમાં 228 મતદાન બુથો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા Evm મશીન સીલ કરાયા.
વહેલી સવારે મોટી સંખ્યા મતદારો ઉત્સાહ સાથે પહોચ્યા હતા સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ પોતાના સમર્થકો મત આપી લોકશાહી પર્વ ની ઉજવણી કરવા પોતાનુ મત અધિકાર પુર્ણ કરવા આવતા મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવામળી હતી માંગરોળ ખાતે વહેલી સવારે સાત વાગ્યે શાંતિ પૂર્ણ મતદાનની શરૂવાત થતા દિવસ દરમિયાન તમામ બુથો પર પોલીસ બંદોબસ્ત અને તંત્ર ના પાણી મેડીકલ ટીમ સહીતની સુંદર વ્યવસ્થા સાથે શાંતિ પૂર્ણ મહોલમાં મતદાન પુર્ણ થતા 89 માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં 62.96% મતદાન થયુછે