રાજ્યમાં જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં કરી હતી. ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના અનેકો વિસ્તારોમાં નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ નુકસાન સર્જાયું હતું.
તો સાથે સાથે અનેકો ઘરો અને છાપરાઓ સહિત કાચા મકાનોને પણ નુકસાન સર્જાયુ હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

હવામાન વિભાગની આગાહીને લઈને ફરી એકવાર યાત્રાધામ અંબાજીમાં વરસાદની શરૂઆત થઈ. આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા મોસમનો મિજાજ બદલાયો હતો. આકાશમાં કાલા ડિબાંગ વાદળો છવાતા વરસાદની શરૂઆત થઈ હતી. આ કમોસમી વરસાદથી ફરી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા સર્જાઈ રહી છે. યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

એકાએક યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસતા જોવા મળ્યા હતા. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના રોડ રસ્તા ઉપર પાણી વહેતું થયું હતું. અંબાજીમાં ભારે વરસાદ વરસતા વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કમોસમી ધોધમાર વરસાદને લઇ અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ થયો હતો. યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદથી બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું હતું.


