પીસાવાડા પ્રાથમિક શાળામાં રજાઓમાં મજાની નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એ હેતુથી શાળામાં હાલ હીરાલાલ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પ ચાલી રહ્યો છે.
જેમાં સેન્ડ આર્ટ, પાંદડા દ્વારા ચિત્ર સર્જન, ગણિત કોયડા, ક્રાફટ કામ જેવી અનેક પ્રવૃત્તિઓની રમતો દ્વારા શિક્ષણ જ નહિ પણ ખરા અર્થમાં બાળકોમાં માનસિક શક્તિનો વિકાસ થાય અને કેળવણી મળી રહે તે હેતુથી ચિરાગભાઈ પરમાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરાયુ છે. જેમાં બાળકોને ખૂબ મજા આવે છે. શાળા પરિવારનો ખુબ સારો સાથ સહકાર મળ્યો હતો.

