વિકસિત ગુજરાતનું એક ગામ કે જે આજે પણ વિકાસ ઝંખી રહ્યો છે. વિકાસથી વંચિત ગામમાં નથી પાણીની સુવિધા નથી લાઈટની સુવિધા કે નથી પાકા રસ્તા….. આમ છતાં આ ગામના લોકો કોઈ ફરિયાદ કરતા નથી કે નથી કોઈ ચૂંટણીનો બહિષ્કાર પણ મત મેળવી જીત મેળવતા નેતાઓ જરા ગામની મુલાકાત તો લો…

ગામની મુલાકાતે પહોંચેલા અમારી ટીમે અંતરિયાળ વિસ્તારની મુલાકાત લીધી ગામમા પહોંચતા પહેલા એક કોતર મા કેટલીક મહિલા નજરે પડી પહેલી નજરે એમ લાગ્યું કે અહી મહિલાઓ કપડા ધોવા માટે આવે હશે… પછી ખબર પડી કે આ મહિલાઓ કપડા તો ધોઈ રહી હતી જ સાથો સાથ પીવાના પાણી પણ અહી થી જ ભરી રહી હતી.
તો કેટલાક લોકો સ્નાન પણ કરી રહ્યા હતા… જ પાણી પીવાના પાણી માટે પણ લઈ જઈ રહી હતી. કોતરમા જે પાણી હાલ વહી રહ્યું છે… જે લીલ વાળું છે છતાં પીવા ના પાણી માટે આ લોકો ઉપયોગ કરી રહ્યા છે.ગામના લોકો નું કહેવું છે કે આ અમારી મજબૂરી છે. વેરી ખોદી નેંજે થોડું પાણી મેળવ્યું છે તે એક કિમી દૂર આવેલા તેમના મકાન સુધી કેવા રસ્તા પર થી પસાર થઈ રહી છે. તે જોતા કોઈ ને પણ અરેરાટી આવે જાય
ગામ સુધી જ્યારે અમારી ટીમ પહોચી તો છૂટાછવાયા મકાનો માં રહેતા આ ગામ મા લાઈટ જ વર્ષો થી આવી નથી ગામ ના લોકો આજે પણ અંધારા થશે ઉલેચી રહ્યા છે.રાત્રિના સમયે ભોજન બનાવતી આ મહિલા ને જુવો ચૂલા પર મહિલા રોટલા બનાવી રહી છે.નથી મહિલા ના રસોડા મા ગેસનો ચૂલો આજે પણ મહિલા ટોર્ચ ના સહારે પોતાના પરિવાર માટે ભોજન બનાવી રહી છે.
નવાઈની વાત તો એ છે કે આટલી મુશ્કેલી વેઠી રહેલા આ ગામના નથી ચૂંટણી નો બહિષ્કાર કે નથી ગામ લોકો પ્રાથમિક સુવિધાની માંગ આમ છતાં આ ગામના લોકો મતદાન અવશ્ય કરે છે. ગામનાં લોકોને મતદાન મથક સુધી જવું હોઈ તો ત્રણ કિમી ડુંગર ને બીજી બાજુ કાચા ને ઢોળાવ વાળા રસ્તા પર થઈ ને જાય છે.
ભલે ગામના લોકો પ્રાથમિક સુવિધાની માંગ ન કરતા હોઈ પણ વોટ મેળવતા આ ગામના લોકોની સમસ્યાના જોવા માટે એક વખત તો જાય.
ભલે નાનકડું ગામ છે…. પણ અહી ના લોકો આજ દેશના વતની છે.તમને પણ એટલોજ પ્રાથમિક સુવિધા માટેનો એટલોજ અધિકાર છે.. જેટલો શહેરમાં રહેતા લોકોનો
જોવાનું એ રહે છે.. કે આ અહેવાલ જોયા બાદ ઉમેદવાર વોટ મંગાવવાના બહાને પણ જાય તો ગામના લોકો ને પડતી મુશ્કેલી નજરમાં આવે..

