Gujarat

શહેરમાં કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટમાં છરીઓ ઉડી

જામનગર શહેરના નદીપા વિસ્તારમાં કાકા-ભત્રીજા વચ્ચે નજીવી બાબતે છરીઓ ઉડતા બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર શહેરના નદીપા વિસ્તારમાં એક જ પરિવારના કાકા-ભત્રિજા વચ્ચે નજીવી બાબતે હથીયારો ખેંચાતા બંન્નેને લોહી લુહાણ હાલતમાં સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા ભત્રીજા જુનદબીન અબાઅહમદ મસ્કતી નામના યુવાનને પડખાના ભાગે છરીનો ધા ઝીંકાયો હતો.

જ્યારે કાકા અમરબીન અબ્દુલરહેમાન મસ્કતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જી.જી. હોસ્પિટલે ઓપરેશન રૂમમાં ખસેડાયા હતા. આ બનાવ ની જાણ થતા નદિપા વિસ્તારના લોકો જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. બનાવના પગલે શહેરમાં ભારે ચકચાર જાગી હતી.