Gujarat

અંજારમાં ગરમી 42 ડીગ્રીને પાર; થી લોકો થયા પરેશાન

અંજારમાં ગરમીનો પારો 42ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારમાં 11 વાગ્યે ભારે લૂ લાગવાના કારણે લોકોએ પોતાના કામો સવારમાં અથવા સાંજે પૂર્ણ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંજારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વધેલી ગરમીને પગલે લોકોને ઘરની બહાર વિચારીને નીકળવું પડી રહ્યું છે.

ગરમીનો પ્રકોપ એટલી હદે વધી ગયો છે કે, લોકો ત્રસ્ત છે. ગરમીનો પારો સતત 3 દિવસથી વધ્યો છે. એકંદરે બપોરના 12:30 વાગ્યે તડકો લાગતો હોય છે પણ તેની જગ્યાએ સવારમાં 9:30 થતા ગરમીનો પારો 40થી ઉપર જતો રહે છે.