Gujarat

ભાણવડના રાણપર ગામે અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો

ઇંગ્લીશ દારૂની 23 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક રાણપર ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 23 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો હતો.

પોલીસ પુછપરછમાં વધુ એક શખસનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ભાણવડના પીએસઆઈ એમ.આર.સવસેટા તથા એન.એન. વાળાના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને મળેલ હકીકતના આધારે રાણપર ગામમાં રહેતો આરોપી કાના દાના શામળા નામના ઈસમના રહેણાંક મકાને પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની કુલ 23 બોટલ જેની કી.રૂ.9200ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસનીઆ કાર્યવાહી દરમ્યાન અન્ય આરોપી અરજણ આલા રબારી નામના શખ્સ હાજર ન મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.