Gujarat

વાઘેચા અને દેવઘાટ પર કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષાના પગલાં ભરાવામાં આવશે

સુરત જિલ્લામાં આવેલા બે પ્રવાસન સ્થળો કે જ્યાં વકેશન અને રજાના દિવસોમાં લોકો હરવા ફરવા આવતા હોય છે. બારડોલીનું વાઘેચા અને ઉમરપાડાનું દેવાઘાટ જે સ્થળે જ્યાં પાણીમાં લોકો નાહવા જતાં ભૂતકાળમાં ડૂબી જવાના બનાવો બની રહ્યાં છે. આવા સ્થળો પર કોઈ અઘટિત ઘટના ન બને એ માટે તંત્રએ એક્સનમાં આવી સુરક્ષાત્મક કામગીરી કરવા આદેશ કર્યો છે.

તાજેતરમાં રાજયમાં પોઈચા (જિ.નર્મદા) તથા મોરબી (જિ.મોરબી) ખાતે નદીમાં ન્હાવા ઉતરેલા લોકો પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને ધ્યાને ગાંધીનગરના રાહત કમિશનરના આદેશાનુસાર સુરત જિલ્લા કલેકટરે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને તેમના વિસ્તારના ફરવાના સ્થળોએ તકેદારીના તમામ પગલાઓ લેવા જણાવ્યું છે.

હાલમાં રાજ્યની શાળા/કોલેજોમાં વેકેશનના સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ/તળાવ, દરિયા કિનારના સ્થળોએ, કેમ્પ સાઈટ, કુદરતી ઝરણાં તથા અન્ય વોટર સાઈટ જેવા ફરવાના સ્થળોએ મોટા પ્રમાણમાં લોકોનો ધસારો રહેતો હોય છે, સુરત જિલ્લામાં આવેલ બારડોલીના વઘેચા અને ઉમરપાડા ના દેવગઢ ધોધ પર આવતા સહેલાણીઓ નાહવા જતાં ડૂબવાના બનાવ બને છે.

જે સંદર્ભે સુરત શહેર તથા જિલ્લામાં આવેલા આવા તમામ સ્થળોને આઈડેન્ટીફાઈ કરી જરૂરી જણાય તો પોલીસ બંદોબસ્ત તેમજ ત્યાંના સ્થાનિક પ્રશાસન દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવા જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે.