એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (LJIMS)નાં એમ. બી. એ. રેગ્યુલર પ્રોગ્રામમાં સેમેસ્ટર 1નાં વિષય બિઝનેસ રિસર્ચ મેથડ્સ (BRM)માં વિદ્યાર્થીઓનાં સહયોગ દ્વારા સંસ્થાકીય પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઇ છે. સંસ્થાનાં સહયોગથી વિદ્યાર્થીઓ કુલ 71 સંશોધન પત્રો લખ્યા અને જે પ્રકાશિત પણ થયા. આ સિદ્ધિ માત્ર LJIMS ની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ શૈક્ષણિક જોડાણ અને જ્ઞાન પ્રસારના સહકારાત્મક ભાવને પણ રેખાંકિત કરે છે.
પ્રકાશન સફળતા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ વચ્ચેના સિનેર્જીનો ઉદાહરણ છે, જે સંશોધન અને નવોચારીતાને પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી બંનેની પ્રતિબદ્ધતા અને મહેનતના સંયુક્ત પ્રયાસે LJIMS એ શૈક્ષણિક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે.
LJIMS સંસ્થાના વિકાસમાં મુખ્ય યોગદાન સેમેસ્ટર 2 (SIP) અને સેમેસ્ટર 4 (ડિસર્ટેશન)નાં વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ રિપોર્ટ્સને ડૉ. સિદ્ધાર્થ બીસ્ટનાં સહયોગ અને આસિસ્ટન્ટ પ્રોફેસર જીગ્નેશ વિદાણીનાં માર્ગદર્શન હેઠળ સંશોધન પત્રોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલાં સંશોધન પત્રોનું પ્રખ્યાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓપન એક્સેસ જર્નલ્સમાં પ્રકાશન કરવામાં આવ્યું. જેથી દરેક લોકો ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન પત્રોને નિઃશુલ્ક વાંચી શકે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં LJIMSની પ્રતિષ્ઠાને મજબૂત બનાવવામાં પ્રકાશન ક્ષેત્રે હાંસિલ થયેલી આ સિદ્ધિ એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
એ.બી.એ.નાં અભ્યાસક્રમમાં જ રિસર્ચને સમાવીને LJIMS વિદ્યાર્થીઓને સંશોધન અને પ્રકાશન માટે જરૂરી કૌશલ્યો અને અનુભવો આપી શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે આ પહેલ રિસર્ચ કલ્ચર વિકસાવી શૈક્ષણિક જ્ઞાન અને વ્યાવસાયિક વૃદ્ધિમાં પ્રોત્સાહન આપવાની ભૂમિકા પર ભાર મૂકે છે.

