પેટા
શાળાના પ્રારંભે જ બાળકો પાસે સાફસફાઈ, સંડાસ-બાથરૂમ સાફ કરાવાયા ?!
રાજ્ય સરકારે હજુ તો ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ વર્ગ શરૂ કર્યા છે. શૈક્ષણિક કાર્યના પ્રારંભે જ જેતપુરના નવાગઢમાં એક શાળામાં નાના-નાના ભૂલકાઓ પાસે શાળાના શિક્ષકો સાફ-સફાઈ અને મજૂરી કામ કરતા કરાવતા હોવાની વાતથી વાલીઓમાં કચવાટ ફેલાયો છે.
જેતપુરના નવાગઢ 4 રસ્તા પાસે આવેલી શાળા નંબર 12 માં શૈક્ષણિક કાર્યના પ્રારંભે જ શાળાના બાળકો પાસે સાફ-સફાઈ, પાણી ભરાવું, ટોયલેટ, બાથરૂમ સાફ કરાવવા જેવી મજૂરી કરાવવા કરાવાતી હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાલીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે. લાગતા વળગતા શાસનાધિકારી તાત્કાલિક તપાસ કરાવીને પગલાં ભરવા જોઈએ તેવી વાલીઓમાં માગણી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉગતા ફુલ સલમાન બાળકોને s સુશીલ સંસ્કારોનું સિંચન કરવામાં શાળાઓનો મહત્વનો ફાળો હોય છે. બાળકોને જીવનના ઘડતરનો પાઠ શાળાઓમાંથી જ પ્રાપ્ત થતો હોય છે. કુમળી વયના બાળકો સાથે જેવો વ્યવહાર કરવામાં આવે તેવી અસર તેના માનસ ઉપર પડતી હોય છે. ત્યારે નવાગઢ શાળા નંબર 12 માં વિદ્યાર્થી બાળકો પાસે આવી રીતે મજૂરીકામ કરાવાય તો તેઓના માનસ ઉપર કેવી ગંભીર અસર પડે તે વાતને લઈને સભ્ય સમાજના લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
અત્રે પણ ઉલ્લેખનીય છે કે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ પાસે આવી સાફ-સફાઈ કે મજૂરી કામ કરાવવું હોય ત્યારે તે વાતની ઊંડી તપાસ કરવાની જવાબદારી સ્થાનિક શાસનાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી થઈ પડે છે ત્યારે નવાગઢની આ શાળાના આચાર્ય શિક્ષકો સામે શિક્ષણ તંત્રના સત્તાધીશો કેવા પગલાં ભરશે તે વાતની જાગૃત લોકોને ઇન્તેજારી છે.
જેતપુર નવાગઢ જાગૃત લોકો એવું પણ કહે છે કે શાળામાં ઘડતરને બદલે મજૂરી કેમ કરાય ? તેવા પાઠ શીખવાતા હોવાની વાત ખરેખર ગેરકાયદેસર છે. વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવનાર શિક્ષકો સામે આંકરા શિક્ષાત્મક પગલાં ભરવા જોઇએ. જો આમ ન થાય તો જે તે શાળાના શિક્ષકો કામચોર બનીને કાયમ આવી રીતે વિદ્યાર્થી બાળકો પાસે મજૂરી કરાવતા રહેશે.
ત્યારે હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જેતપુરના નવાગઢની આ શાળાની બાળકો પાસે કરાવતી મજૂરીની ઊંડી તપાસ કરાવીને લાગતા વળગતા શિક્ષકો સામે આંકરા દંડાત્મક પગલાં ભરવા જોઇએ તેવી વાલીઓના મૂંગા મોએ માગણી ઉઠી છે
13 Attachments


