વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના 13 ગામના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે હેતુ સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહયોગથી રૂ.1400 કરોડની યોજના બનાવી છે.
જેના પ્રથમ ચરણમાં રૂ.300 કરોડનું કામ પ્રગતિમાં છે. તે સૌરાષ્ટ્ર શાખા નહેર પર પાઈપ લાઈનના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલે નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પ્રથમ ચરણની આ યોજના 16 મહિનામાં પૂર્ણ કરવાની હતી પરંતુ કામની ઝડપના કારણે માત્ર 10 મહિનામાં આ કામ પૂર્ણ થશે અને ઘોડા ફીડરમાં નર્મદાનું પાણી આપવામાં આવશે.
દ્રિતિય ચરણમાં દરેક ગામના ખેતરો સુધી પાઇપલાઈન લંબાવવામાં આવશે. આ યોજનાથી નળકાંઠા વિસ્તારના ખેડૂતોને બારે માસ ખેતીનો લાભ મળશે અને ખેતીની આવક પણ બમણી થશે. આમ જલ્દી ઘોડા ફીડરમાં નર્મદાનું પાણી આપવામાં આવશે. જેથી ખેડૂતોનું સપનું પૂુ્ણ થશે.

