જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ના સીમ વિસ્તારમા આસરે ત્રણ દિવસ અગાઉ મધ્ય પ્રદેશ ના રહેવાશી અને અહીં ખેત મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવાર ના સાડા ત્રણ વર્ષ ના પુત્રનું દિપડા ના હુમલાથી મૃત્યુ થતા આજરોજ ગુજરાત સરકાર ફોરેસ્ટ ગીર વેસ્ટ ડીવીઝન વિભાગ દ્વારા આ પીડિત પરિવાર ને આર્થિક સહાય પેટે રૂપિયા પાંચ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ આ મૃત્યુ પામેલ દીકરા ના આત્માને શાંતિ મળે તે માટે તમામ પદાધિકારીઓ દ્વારા ઈશ્ર્વર ને પ્રાર્થના કરી હતી આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર, રેન્જ ઑફિસર જે.એન વાળા, તા.પં. પ્રમુખ દિપક મકવાણા,ગ્રામ પંચાયત સરપંચ જેડી.ખાવડુ, તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, વગેરે પદાધિકારીઓ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી આ પીડિત પરિવાર ને સાંત્વના આપી હતી

