Gujarat

ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં

ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં
આજ રોજ તારીખ 19/7/ 2024 ના રોજ અમદાવાદ ગ્રામ્યના ડી.ઈ.ઓ કૃપાબેન જહા તથા ડી.પી.ઈ.ઓ ડો. ગૌરાંગ વ્યાસની સૂચના અનુરૂપ મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકામાં ચાંદીપુરા રોગ વિશે બાળકોને સમજણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ધોળકા હેલ્થ ઓફિસર ડોક્ટર મુકેશ ચૌહાણ , ડૉક્ટર ગઝાલા રાધનપુરી , ડોક્ટર અનીશ ફારૂકી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મુસ્તાક મનસુરીએ બાળકોને રોગપ્રતિકારક શક્તિ માટે પોષ્ટિક આહાર લેવા માટે તથા આ રોગથી સહેજ પણ ગભરાવું નહીં એવું સૂચન કર્યું હતું. ડોક્ટર મુકેશ ચૌહાણ દ્વારા આ રોગના લક્ષણો અને બચવાના ઉપાયો તથા જો તાવ આવે અથવા અન્ય લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો સ્વચ્છતા રાખવી સાવચેતી રાખવી એ મુખ્ય ઉપાય જણાવ્યા હતા..આ કાર્યક્ર્મ નું સંચાલન જાવીદભાઈ મલેકે કર્યું હતું

IMG-20240720-WA0068.jpg