ચેનપુર ગામની કોલીયારી ફ.વર્ગ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી..
દેવગઢ બારીઆ તાલુકાના કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં આ જ ગામના વતની એવા અલ્પેશભાઈ એમ બારીઆ હાલ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે.આજે 18 મી જુલાઈ એમનો જન્મ દિવસ છે તો શાળામાં ભણતા 273 બાળકોને અને શાળામાં આવેલા વાલીઓને દાળ,ભાત,પૂરી,શાક અને જલેબીનું પ્રીતિભોજન કરાવી તેમજ પ્રત્યેક બાળકોને દાડમ,જામફળી, અને આંબળા જેવા ફળાઉ ઝાડ ના રોપા આપી જન્મ દિવસ ઉજવ્યો.સાથે બાળકોને શિક્ષણ નું મહત્વ સમજાવ્યું અને પોતે પણ ગામડાંની શાળામાં ભણ્યા છે.એમના સમયમાં કેવા કપરા ચઢાંણો હતા તે બાળકો ને કહ્યું.સાથે બાળકોને પોક્સો કાયદો, કેવા કેવા ગુનાહિત કાર્યો કરો તો કેવા પ્રકારની કાયદા મુજબ સજા થાય છે એવું બાળકોને સમજાવ્યું.અને ગુનાહિત કાર્ય ન કરવા માટે ખાસ જણાવ્યું .સાથે અંધશ્રધા અને વ્યસનોથી દુર રહેવા,વ્યક્તિગત સ્વચ્છતા માટે ખાસ ટકોર કરી.મોહનભાઈ બારીઆ એ પણ બાળકોને ભણવા માટે ખાસ ટકોર કરી.સાથે કોઈ સમાજના યુવા,સમાજ સેવક અને AXIS BANK ના મેનેજર એવા ધર્મેશ સવાયા એ પણ શાળામાં વૃક્ષારોપણ કર્યું.સાથે ગામડાઓમાં અંધશ્રધ્ધાથી દુર રહેવા બાળકોને ટકોર કરી. શાળામાં બાહ્ય પરીક્ષાઓ માટે બાળકો વધારે સિલેકશન થાય અને ઉચ્ચ ગુણવતા વાળું શિક્ષણ મળે તે માટે તમા સ્ટાફને મહેનત કરી બાળકોને આગળ વધારો તેવું કહ્યું.શાળા સ્ટાફ જશોદાબેન પટેલીયા,હીરાભાઈ ,ધવલભાઈ ,અલ્પેશભાઈ ,વિક્રમભાઈ ,અને નીતાબેન પટેલ તેમજ શાળાના GSGS GS વંશ પટેલ,અશ્વિન બારીઆ,કિંજલ પટેલ વિદ્યાર્થીઓએ પણ તેમના જીવનમાં પ્રગતિના સોપાનો સર કરી આગળ વધો તેવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી.આચાર્ય ભોપતભાઈ બારીઆ એ શાબ્દિક સ્વાગત તેમજ પુષ્પગુચ્છ આપી આ જન્મોત્સવને ઉજવવા પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું.સાથે અલ્પેશભાઈ બારીઆ (A.M.BARIA – P.S.I.) ને જન્મ દિવસની શુભેરછાઓ ઓ પાઠવી અને આ રીતે શાળાને કોઈને કોઈ રીતે મદદ કરી ગામ માં શિક્ષણ ની જ્યોતને પ્રજવલિત કરવા માટે શાળા સ્ટાફ ને પ્રેરણા અને હૂફ પૂરી પાડી તે માટે એ .એમ. બારીઆ સર નો આભાર વ્યક્ત કર્યો.