Gujarat

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪-૧૨-૨૦૨૧ ના રોજ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે    

ગિરગઢડા
    ભરત ગંગદેવ..
અત્યાર સુધી ના ત્રણ કેમ્પ મા ૯૬૫ દર્દીઓ એ લાભ લીધો, કુલ ૪૨૪ દર્દીઓ ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા હતા
        સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત આગામી તા.૪-૧૨-૨૦૨૧ શનીવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડોક્ટર્સ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવા મા આવશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. કેમ્પ નો લાભ લેવા માટે આગામી તા. ૪-૧૨-૨૦૨૧ શનીવાર ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮,  હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,  નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *