Gujarat

સેવાસદનના પ્રવેશદ્રારમાં કાદવ કીચડનું સામ્રાજય

જામનગરમાં રાજપાર્ક પાસે આવેલા સેવાસદનના પ્રવેશદ્રાર પાસે કાદવકીચડના સામ્રાજય અને પાણીના તલાવડા ભરાયેલા હોય અરજદારોને આવગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જામનગરમાં રાજપાર્ક પાસે કાર્યરત મહેસૂલ સેવાસદનમાં ઉંડ જળસિંચન, ગ્રાહક સુરક્ષા ફોરમ સહિત વિવિધ સરકારી કચેરી આવેલી છે. આથી દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે.

પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સેવાસદનના પ્રવેશદ્રાર પાસે વરસાદી પાણીના ભરાવાથી તલવડાની સ્થિતિ જોવા મળી રહી છે. આટલું જ નહીં કાદવકીચડના કારણે અરજદારોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

વળી, વાહનો સ્લીપ થવાના કારણે અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કોઇ નક્કર કાર્યવાહી કે પગલા ન લેવાતા રોષની લાગણી ફેલાઇ છે.