Gujarat

કલમ ૩૭૦ અને ૩૫છ નાબૂદ કરવાના પરિવર્તનકારી ર્નિણયથી વંચિત વર્ગો માટે સશક્તીકરણના નવા યુગની શરૂઆત થઈ છે, ત્નશ્દ્ભ અને લદ્દાખમાં પાયાની લોકશાહીને મજબૂત બનાવી છે

પીએમ મોદી મોદીના નેતૃત્વમાં કલમ ૩૭૦ અને ૩૫છ ના ઐતિહાસિક નાબૂદીને પાંચ વર્ષ પૂરા થયા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે કલમ ૩૭૦ અને ૩૫છ નાબૂદ કરવાના પરિવર્તનકારી ર્નિણયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે સશક્તીકરણના નવા યુગની શરૂઆત થઈ છે અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પાયાની લોકશાહીને મજબૂત બનાવી છે.

ઠ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું કે, “ઁસ્ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કલમ ૩૭૦ અને ૩૫છની ઐતિહાસિક નાબૂદીને આજે પાંચ વર્ષ પૂરા થયા છે. આ પરિવર્તનકારી ર્નિણયે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરી છે અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પાયાની લોકશાહીને મજબૂત બનાવી છે. પ્રદેશના યુવાનોએ સામાજિક-આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધાર્યું છે, જેનાથી શાંતિ અને વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવાના મોદી સરકારના પ્રયાસોને ભવ્ય સફળતા મળી છે. અમે આ સીમાચિહ્નરૂપ ર્નિણય માટે મોદીજીનો આભાર માનીએ છીએ અને પ્રદેશની આકાંક્ષાઓ અને પરિવર્તનશીલ પ્રગતિને આગળ વધારવા માટેના અમારા સમર્પણની પુનઃ પુષ્ટિ કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું હતું કે, આ પ્રદેશના યુવાનોએ સામાજિક-આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધાર્યું છે, જેનાથી શાંતિ અને વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવાના મોદી સરકારના પ્રયાસોને ભવ્ય સફળતા મળી છે. અમે આ સીમાચિહ્નરૂપ ર્નિણય માટે મોદીજીનો આભાર માનીએ છીએ અને પ્રદેશની આકાંક્ષાઓ અને પરિવર્તનકારી પ્રગતિને આગળ વધારવા માટેના અમારા સમર્પણની પુનઃ પુષ્ટિ કરીએ છીએ