Gujarat

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ચાલતા ભ્રણચાર અને વોડના એસ.એસ.આઈ ઓની અરસપરસ દર ત્રણ મહિને બદલી કરવા અંગે

જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનવયે જણાવવાનું કે હમણા થોડા દિવસો પહેલા રોગચાળા અને સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારો બાબતે જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રીના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાય હતી જેમાં રોગચાળાને ધ્યાને લઈ અને સફાઈ કામદારોની હાજરી અને ટ્રેસ અને સફાઈ અંત્રે સુચનાઓ આપવામાં આવી હતી અને જા.મ.ન.પ સોલીડ વેસ્ટ શાખાના જે સફાઈ કામદારોના કામ કરે છે તે કરે જ છે

પરંતુ આવસ્યક સેવા સાથે સંકળાયેલા છે અને એ દરેક સફાઈ કામદારોની જવાબદારી હોય છે માટે જામનગરની સફાઈ કામગીરી થતી નથી એ સત્ય હકીકત છે જેનું કારણ પણ જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા જ છે કારણ કે હાલમાં તમામ વોડમાં સફાઈ કામગીરી પુરતા પ્રમાણમાં થતી નથી સરણ વોડમાં બીટ પ્રમાણે પુરતા કામદારો જ નથી અને જે જા.મ.ન.પ સોલીડ વેસ્ટ શાખાના વોડમાં CCTV કેમેરા લગાવ્યા છે તે માત્ર શોભાનાં ગાઠીયા સમાન છે અને અમુક વોડમાં તો CCTV કેમેરા જ નથી અને જે વોડમાં છે

તો તે વોડમાં CCTV કેમેરા વીડના એસ.એસ.આઈ ઓ અને અમુક કામચોર ઘણા વર્ષોથી એકજ વોડમાં પેઢી ગયેલા એસ.એસ.આઈ ઓ અને કામચીર સફાઈ કામદારી બન્નેની મિલિભગત થી ઘણા વર્ષોથી ઘણા એવા સફાઈ કામદારો છે જે ઘરબેઠા હાજરી પુરવી રહ્યા છે અને અમુક સફાઈ કામદારો તો માત્ર હાજરી પુરવી ઘરે પણ ચાલ્યા જાય છે અને અમુક કામદારો સવારે આવે અને બપોરે આવતાજ નથી તેમજ અમુક કામદારોના ઘરે હોય છે અને વહેલી રાવારે કામ એના પરિવારના સભ્યો કરી જાય છે

એક જામનગર મ.ન.પા દ્વારા કોઇપણ વોડમાં મુકાદમો ની નીમણૂક કરવામાં નથી આવી છતાં બધા વોડમાં એસ.એસ.આઈ ઓના અને કોર્પોરેટરો માનીતા અને લાગવગીયા એક નહિ પણ એક થી ત્રણ ત્રણ મુકાદમો રાખેલા છે અને આવા કામચોર કામદારોના વોડના અધિકારીઓ સાથે એક હજારથી પંદર હજારના હપ્તા મંપેિલા હોય છે અને રૂપિયા આપી તો હાજરી પણ નો કપાય એવું અમોને કામદારો પાસેથી જાણવા મળ્યું છે અને આ અંગે પહેલાના કમિશનશ્રી વિજય ખરાડી સાહેબ દ્વારા તા.૧૬/૧૨/૨૨ ના એક વિજીલન્સ ટીમની રચના પણ કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ આસિસ્ટન્ટ કમિશનશ્રી છે

પણ આજદિન સુધી એ વિજીલન્સ ટીમની દ્વારા અનેક ફરીયાદો હોવા છતાં કોઈ વિજીલન્સ કરવામાં આવી નથી અને આ અંગે અમોએ અનેકવાર વખતોવખત લેખીત અને બૌખીક અને આપાર પુરાવા સાથે જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી અને કાર્યપાલક ઈજનેર અને વોડના એસ.આઈ બોનલ એમ તમામ અધિકારીઓને રજુઆતો કરેલી પરંતુ કોઈ આ ભ્રષ્ટાચાર સામે બોલવા કે પગલાં લેવા કે કોઈ ફરીયાદનું રોજકામ કરવા માટે તૈયાર નથી અને એક વોડ.નં.૧૫ ના એસ.એસ.આઈ નિખિલ ફલીયા અને કામદારો સચિન નાઘેરા દ્વારા આવું ભ્રષ્ટાચાર પકડાયેલ અને રોજકામ અને બધીજ કાર્યવાહી આધાર પુરાવા હોવા છતા કોઈનું કાઈ થયું નહિ અને તે આખું ભ્રષ્ટાચાર લાગવગથી ઢાંકી દેવામાં આવ્યુ છે

જેમાં કોઈ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કે કોઈ રૂપિયાની રિકવરી પણ કરવામાં નથી આવી અને જે કામદારો કામ કરે છે અને અવા ભ્રષ્ટાચાર સામે ભોલે તો તેને તમામ પ્રકારે હેરાન પરેશાન અને ગમે ત્યારે એસ.એસ. આઈ ની મરજી પડે ત્યા બળજબરી પૂર્વક બદલી કરી નાખવામાં આવે છે અને દરેક વોડમાં એસ.એસ.આઈનો અતિ હદે ધાકધમકી અને દાદાગીરી ચલાવી રહ્યા છે અને એક ને એક વોડમાં છેલ્લા ઘણા વર્ષોથી પેઢી ગયા છે એટલે આવા એસ.એસ.આઈઓ પૈકી ગયા છે

કેમ માત્ર સફાઈ કામદારોની જ ગમે તે કારણે બદલી થાય છે.? અને કયા કારણે કામદારો એસ.એસ.આઈઓ સાથે જગડા કે ઘર્ષણ થાય છે. 

આ એસ.એસ.આઈઓ ની બદલી કેમ ક્યારે નથી થતી.? એનું કારણ એકજ છે ભ્રષ્ટાચાર અને જો આટલી બધી ફરીયાદો હોવા છતાં જો કોઈ અધિકારીઓના ધ્યાને લવામા નથી આવતું તો આનો મતલબ એ છેકે આ ભ્રષ્ટાચારમાં સૌલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ પણ સામેલ હોય શકે.? એવું જણાય આવે છે માટે જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખાના તમામ વોડના એસ.એસ.આઈ ઓની દર ત્રણ મહિને અરસપરસ વારા ફરતી તમામ વોડમાં બદલી થવી જોઈએ અને દ્વારા બહુ મોટા ભાગે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે

તેને ડામી શકાય અને ઓછો પણ કરી સકાય છે. માટે તત્વ શાન આ એસ.એસ.આઈઓ ની બદલી કરવી જરૂરી છે અને જો આ એસ.એસ.આઈઓ ની બદલી કરવામાં નહિ સાવે તો કોઈપણ સફાઈ કામદાર ની કોઈપણ સંજોગે બદલી કરવી નહિ અને જો કોઈ સફાઈ કામદારની બદલી કરવ આવશે તો અમોએ ફોજદારી રહે કાર્યવાહી કરવાની ફરજ પડી શકે એમ છે માટે તત્કાળ યોગ્ય કાર્યવાળ કરી આ એસ.એસ.આઈઓ ની બદલી કરવા આપ સાહેબથી ને અમારા યુનિયનની નમ્ર અરજ અને અપીલ છે. જય ભીમ…જય સંવિધાન…