Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર શહેરની મધ્યમાં આવેલા એ પેટ્રોલ પંપની છત ગઈ તે ગઈ..!વાવાઝોડાની આ નિશાની આવતાં જતાં લોકો જોઈને એ ભયંકર વિભીષિકાને યાદ કર્યા વગર રહેતાં નથી..!! 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હવે ઋતુઓ પણ આળવિતરી થઈ રહી છે, બદલતાં હવામાનની સ્થિતિ હવે ઘણી વસમી લાગે છે..!!
     જૂઓ વાવાઝોડાની કળ  હજુ પણ વળી નથી સાવરકુંડલા શહેરના મહુવા રોડ સ્થિત આવેલા પેટ્રોલપમ્પ પર હજુ પણ છત નથી કરવામાં આવી..
આમ તો તોકતે વાવાઝોડું એટલે ખાસકરીને અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેર માટે તો એક ભયંકર દુઃસ્વપ્ન જ ગણાય. માત્ર આઠ દસ કલાકનાં એ સમય ગાળામાં આ તોકતે વાવાઝોડાએ ભયંકર વિનાશ નોતર્યો હતો. ઠેર ઠેર વૃક્ષોનો સોથ વળી ગયો, હજારોની સંખ્યામાં વિદ્યુતપોલ ધરાશાયી થયાં હતાં તો અનેક પરિવારો ઘરવિહોણા બની ગયાં હતાં. ચારેતરફ બસ તબાહીનાં વરવાં દ્રશ્યો સર્જાયા હતા. અમુક ઘટનાઓ તો માનવહ્રદયને પીગળાવી દે તેવી હતી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હતા. આ વાવાઝોડાએ  અનેક નિશાનીઓ આપી જે પૈકી સાવરકુંડલા શહેરમાં અનેક મોટા મોટા શેડોનાં છાપરા ઊડીને જાણે ગાયબ જ થઈ ગયા હતાં..!! આવી જ એક નિશાની એટલે સાવરકુંડલા શહેરની મધ્યમાં મહુવા રોડ સ્થિત આવેલ આ પેટ્રોલ પંપ..!! આજે પણ હજુ અહીં છત નથી..!! બસ એ વાવાઝોડામાં ગઈ એ જાણે સમૂળગી ગઈ..ક્યારેક પેટ્રોલ પૂરાવા જાવ ત્યારે નીરખીને જો જો.
ઉપરની છત સંપૂર્ણ ગાયબ જોવા મળે છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *