Gujarat

ગોંડલ ખાતે વિશ્વ હિંદુ પરિષદ ના પ્રદેશ તેમજ પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા અધિકારીઓ ની આગામી જુનાગઢ ખાતે અખિલ ભારતીય બેઠક યોજાવાની છે તેની તૈયારી રૂપે ની બેઠક યોજાઈ,, 

પ્રથમ વિશ્વ હિંદુ પરિષદ ના અશોકભાઈ રાવલ, ભુપતભાઈ ગોવાણી, રાજેશભાઈ પટેલ અધિકારીઓ ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ હતુ તેમજ આગેવાનો દ્વારા આગામી જુનાગઢ ગિરનાર ની ગોદમાં સ્વામી મંદિર ખાતે તારીખ ૨૨ થી ૨૭ અખિલ ભારતીય બેઠક યોજાવાની છે તે વિશે વિશ્વ હિંદુ પરિષદ પ્રદેશ અધિકારી તેમજ પ્રાંત અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને બેઠકમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે તમામ કામકાજ ની વહેંચણી કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલાં પ્રાંત અધ્યક્ષ હરીભાઈ ડોડીયા નુ અવસાન થયું હતું તેથી તેમને યાદ કરી બે મિનિટ નુ મૌન પાડી શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. આ અખિલ ભારતીય બેઠક પ્રથમ વખતજ ગુજરાત મા જુનાગઢ યોજાતા ગુજરાત નાા તેમજ જુનાગઢ ના સ્થાનીક વિશ્વ હિંદુ પરિષદ ના પદાધિકારીઓ મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ના ટોચના કેન્દ્રીય અધિકારીઓ પધારવાના છે,,
રીપોર્ટર,,વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20211129_165554.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *