Gujarat

રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શ્રી કે.કે હાઈસ્કૂલમાં યોજાયો ગીતગુંજનનો કાર્યક્રમ.

શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલામાં ૧૭-૮-૨૪  શનિવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત કૃષ્ણ ભક્તિના ગીતો તથા ભાઈ-બહેનના હેતના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીની બહેન તથા ચાર વિદ્યાર્થી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
સર્વત્ર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ એવા રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષિકા વર્ષાબેન પટેલ દ્વારા કૃષ્ણ ભક્તિના નારા “_એક દો તીન ચાર કનૈયાનો જય જય કાર “,”ડાકોરમાં કોણ છે_ રાજા રણછોડ છે “,”જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી “,”જય રણછોડ માખણ ચોર “જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટાફના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખડદીયા સાહેબ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતુ .આ કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ દ્વારા પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી