સિંહનાં ટોળા જોવા હોય તો ગીરમાં જ જોવા મળે છે પરંતું હવે ગીરગઢડા ખિલવાડ રોડ પર એક સાથે 12 સિંહોનું ટોળુ રસ્તા પર જોવા મળતાં વાહન ચાલકો પણ ચોકી ઉઠ્યા. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ વીડિયો વાયરલ..
છેલ્લા ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ ગીર નજીક સીમ વાડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળી જતા હોય છે. અને શિકાર કરી પરત સીમમાં જતાં હોય તેમ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના શિકાર માટે આવતા હોય થોડા દિવસ પહેલા આ વન્ય પ્રાણી સિંહ પરિવાર સાથે ટોળું રાત્રીના સમયે પેટ્રોલીંગમાં નીકળ્યા હોય તેમ એક સાથે 12 સિંહો રસ્તા પર જોવા મળતા હતા.
જોકે તમામ સિંહો રસ્તા પર જ ચાલતાં હતા જેથી થોડીવાર સુધી વાહનો પણ આગળ ન જઇ શક્યા અને સિંહ પરિવારે રસ્તો ખુલ્લો કર્યા બાદ સીમ વાડીમાં જતાં વાહન ચાલકો એ હાશકારો લીધો હતો. સમગ્ર ઘટના વાહન ચાલકો એ મોબાઈલમાં કેદ કરેલ જે વીડિયો વાયરલ થયેલ હતો.

