Gujarat

પશુઓ માટે આશીર્વાદ રૂપ 1962 ના દસ ગામ દિઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના ના તબીબ દ્વારા ભેંસ ની ગર્ભાશય ની આંટી ખોલી જીવ બચાવવા મા આવ્યો.

ગિરગઢડા
ભરત ગંગદેવ..
રાજ્ય સરકાર દ્વારા ચાલતા અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલીત 1962 દસ ગામ દિઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનું અનેક પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવળ ગામ માં ભીખનભાઇ ની ભેંસ ને વિયાણ મા ૨ દિવસ થી તકલીફ હોવાથી બોરવાવ લોકેશન ના દસ ગામ દિઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના ના વેટરનરી ડોક્ટરને જાણ કરાઈ હતી.જેને પગલે વેટરનરી ઓફિસર ડો. વિપુલ સોલંકી તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર જશાભાઇ મકવાણા સાથે મળી ને તાત્કાલિક સ્થળ પર પહોંચી, તપાસ કરતા ડોક્ટર એ જણાવ્યું હતું કે બચ્ચુ મરી ગયું છે અને ગર્ભાશય ની આંટી છે. ડોક્ટરોના અથાગ પ્રયત્ન અને અનુભવથી આખરે ભેંસ ની ગર્ભાશય ની આંટી ખોલી મૃત બચ્ચુ બહાર કાઢી ભેંસ ને વિયાણ ની પીડા માથી મુક્ત કરી જીવ બચાવવા મા આવ્યો હતો. ડૉક્ટર એ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં સમયસર યોગ્ય નીદાન અને સારવાર ન મળે તો જીવ નો જોખમ પણ રહે છે. અને ગામના લોકો દ્વારા નિ:શુલ્ક સારવાર આપવા માટે 1962 ટીમ નો ખૂબ આભાર માન્યો હતો.ગીર સોમનાથ જિલ્લાના 1962 અને 10-MVD ના પ્રોગ્રામ મેનેજર ડો. જતીન સંચાણીયા સાહેબ અને પ્રોજેક્ટ કોર્ડીનેટર અમાનતઅલી નકવી એ એમની ઉત્તમ કામગીરીને બિરદાવવા મા આવી હતી. સોશ્યલ એકટીવિટસ અનિષ રાચ્છે લોકો ને વધુ મા વધુ કોઈ પણ સહેર માટે ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી આ સેવાનો લાભ લેવા માટે એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે. આમ, કરુણા એનિમલ હેલ્પ લાઈન 1962 ના દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા ઘણા પશુઓ ની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *