શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે સાવનભાદોના હીંડોળા શ્રી ગીરીરાજજીની તળેટીમાં યોજવામાં આવેલ જેના મનોરથી પ્રિયંકા અલ્પેશભાઈ ડોબરીયા, તથા સુહાની અરવિંદભાઈ કાનાણી હતા. મનોરથી પરિવાર દરેક બેઠકજીના સેવાકાર્ય સદા તત્પર હોય છે.
સાથોસાથ રાજુભાઈ સોની, કાનાભાઈ ખીમાણી, વીપૂલ વાળા, સુધીર મણીયાર તથા બહેનોએ ખુબ તનમનધનથી સેવાઓ કરી સુંદર સજાવટ આજે કરી હતી જે પ્રશંશનીય હતી દરેક વૈષ્ણવો મોટી સંખ્યામાં આવી દર્શન કરેલ તેમજ સૌનૈ પ્રસાદી પણ આપવામાં આવેલ મુખ્યાજી સતત દેખરેખમાં હતા. દરેકના સહકારથી આજના હીંડોળાદર્શન થયેલ હતા જે કમિટી વતી રાજુભાઈ શીંગાળા, વિજયભાઈ વસાણીએ જણાવેલ હતું
બિપીન પાંધી

