Gujarat

સાવરકુંડલા નગરપાલિકા ખાતે નગરપાલિકા કર્મચારીઓ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરમાં આવેલ નગરપાલિકા ખાતે સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસમાં લઘુરુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ. આ શુભ પ્રસંગે  દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી તથા તમામ જીવાત્માના કલ્યાણ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગ દરમિયાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર બોરડ સાહેબ, બાંધકામ સમિતિના ચેરમેન લાલભાઈ ગોહિલ,વોટરવર્કના ચેરમેન ભુપતભાઈ પાનસુરીયા તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં
બિપીન પાંધી