મુંબઈ,
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી ડોમ્બિવલી આવેલા એક મુસાફરને કોરોના સંક્રમિત થયો હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. આ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મુંબઈ મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબત સ્પષ્ટ થશે. હાલમાં આ દર્દીને પાલિકાના આઇસોલેશન રૂમમાં રાખવામાં આવ્યો છે. દર્દીના ભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે તેના પરિવારની તપાસ કરવામાં આવશે એમ કલ્યાણ ડોમબીવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.પ્રતિભા પાનપાટીલે જણાવ્યું હતું.
