મુંબઈ
મૂડી રોકાણ પર ઊંચા વ્યાજની લાલચ આપી નેવીના નિવૃત્ત કર્મચારી સાથે ૬૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર નવી મુંબઈની એનઆરઆઇ પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે નેવીના નિવૃત્ત કર્મચારી રામવિલાસ સિંહે આરોપીઓએ ખોલેલી વેલ પેક પોલી ટ્રેડર્સ કંપનીમાં ૨૦૧૯માં પૈસા રોક્યા હતા. પહેલી વાર ઊંચું વ્યાજ આપીને આરોપીઓએ તેનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યાર પછી ફરિયાદીને કંપનીના સંચાલકોના અંગત ખાતામાં પૈસા જમાં કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ પોતાના અને પત્નીના નામે ૬૧.૬૫ લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૦થી વ્યાજ ચૂકવવાનું બંધ કરતા બલવીર રામનિવાસ સિંહે સિકવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


