Gujarat

જિલ્લાનાં તમામ તાલુકાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં….

જિલ્લાનાં તમામ તાલુકાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં….

ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ માટે માર્ગ અને મકાન વિભાગની કુલ 9 ટીમો દ્વારા કામગીરી પુરજોશમાં..

પાટણ જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે રસ્તાની સપાટીને નુકશાન થયું હતું. તેથી રસ્તાઓ પર પડેલ ખાડાઓને લીધે રાહદારીઓને મુશ્કેલી ના પડે અને લોકોને હેરાનગતિ ના ભોગવવી પડે તેવા તે માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ પાટણ દ્વારા હાલમાં જિલ્લાના 9 તાલુકામાં 9 ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. આ તમામ ટીમો હાલમાં યુદ્ધનાં ધોરણે રસ્તાઓના રીપેરીંગની કામગીરી કરી રહી છે.

જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)નાં અધિકારી / કર્મચારીઓ દ્વારા તમામ રસ્તાઓની મુલાકાત લઇ વિગતવાર સર્વે હાથ ધરીને જે રસ્તાઓ પર ખાડા પડેલ છે કે સપાટીને નુકશાન થયેલ છે તેમજ રસ્તાઓના સાઇડ સોલ્ડરને નુકશાન થયેલ છે તેવા તમામ રસ્તાઓ પર પેચવર્ક ની તેમજ સાઇડ સોલ્ડરની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામા આવેલ છે. જેમા કુલ- ૨૪૮૬.૩૪૪ કીમી લંબાઈ પૈકી નવ તાલુકામાં કુલ- ૩૫.૩૨૦ કીમી લંબાઇમા મરામત કામની જરુરીયાત હોઇ તમામ તાલુકાના રસ્તાઓ પર હાલમા યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી પ્રગતિમા છે. જે કામગીરી ટુંક સમયમાં પુર્ણ કરવામાં આવશે. જિલ્લાનાં મેસર, પચકવાડા, ડીંડરોલ, સિધ્ધપુર, સુજાણપુર તેમજ પાટણના રસ્તાઓ તેમજ અન્ય વિવિધ રસ્તાઓ ઉપર પણ પેચવર્ક તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

IMG-20240901-WA0060-4.jpg IMG-20240901-WA0061-2.jpg IMG-20240901-WA0059-3.jpg IMG-20240901-WA0062-1.jpg IMG-20240901-WA0063-0.jpg