Delhi

આખી જીંદગી દેશમાં રંગભેદનો શિકાર થયો છું ઃ ભારતીય અંગ્રેજી કોમેન્ટેટર

ન્યુદિલ્હી
ભારતમાં રંગભેદ નવી વાત નથી, પરંતુ તેને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ જ કારણ છે કે ૈંઁન્માં રમતી વખતે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડેરેન સેમીને પણ તેની જ ટીમના સાથી ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ શરીરના રંગના આધારે મજાકમાં નામથી બોલાવ્યો હતો. સેમીએ ગયા વર્ષે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યાં સુધી ભારતીય ખેલાડીઓનો સવાલ છે, ગયા વર્ષે શિવરામકૃષ્ણન પહેલા ભારતીય અને કર્ણાટકના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ વંશીય ભેદભાવના અનુભવ વિશે વાત કરી હતી. દરમિયાન ટીમ ઈન્ડિયા અને તમિલનાડુના પૂર્વ ઓપનર અભિનવ મુકુંદે પણ આવા ગેરવર્તન વિશે વાત કરી છે. મુકુંદે ૨૦૧૭માં સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુકુંદે ભારત માટે સાત ટેસ્ટ મેચ રમી છે. તેણે તેના ટિ્‌વટર પેજ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, હું ૧૫ વર્ષની ઉંમરથી દેશમાં અને બહાર ફરું છું. હું નાનો હતો ત્યારથી મારી ત્વચાના રંગ માટે લોકોનો ક્રેઝ મારા માટે હંમેશા રહસ્ય રહ્યો છે.ક્રિકેટ જગતમાં આ સમયે જાતિવાદનો મુદ્દો ગરમ છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફર્સ્‌ટ-ક્લાસ ક્રિકેટર અઝીમ રફીકે તેની પોતાની ક્રિકેટ ક્લબ યોર્કશાયર અને સાથી ખેલાડીઓ પર જાતિ અને રંગના આધારે ભેદભાવનો આરોપ મૂક્યો હતો અને ખરાબ ટીપ્પણી કર્યા બાદ ઈંગ્લિશ ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ દિગ્ગજ સ્પિનરે પણ ચામડીના રંગના આધારે પોતાના દેશમાં ભેદભાવનો ખુલાસો કર્યો છે. ૧૯૮૦ ના દાયકાના સ્પિનર ??અને આજના પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામક્રિષ્નને કહ્યું છે, કે તેમને આખી જીંદગી તેમના રંગના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેથી જ તેમને તેમની કોમેન્ટ્રી અંગેની ટીકાનો વાંધો નથી. ભૂતપૂર્વ લેગ-સ્પિનર શિવરામકૃષ્ણન આ દિવસોમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી કાનપુર ટેસ્ટ માં અંગ્રેજી કોમેન્ટ્રી પેનલનો એક ભાગ છે. તે મેચના પહેલા દિવસથી સતત કોમેન્ટ્રી કરી રહ્યા છે. જાે કે, હંમેશની જેમ, કેટલાક ચાહકોને શિવરામકૃષ્ણનની કોમેન્ટ્રીમાં કહેવામાં આવેલી કેટલીક બાબતો ગમતી નથી, જેમ કે અન્ય ઘણા ટીકાકારો અને ચાહકો આ વિશે ટિ્‌વટર પર પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરતા રહે છે. આવી સ્થિતિમાં એક ટિ્‌વટર યુઝરે પૂર્વ ભારતીય સ્પિનરનો બચાવ કર્યો અને લખ્યું કે તેની કોમેન્ટ્રીની ટીકા કરવી ખોટું છે. ભારત માટે ૯ ટેસ્ટ અને ૧૬ વન-ડેમાં ૪૧ વિકેટ ઝડપનાર શિવરામક્રિષ્નને આ ટ્‌વીટનો જવાબ આપતા કહ્યું કે તેમને આવી ટીકાથી કોઈ વાંધો નથી. કારણ કે તેઓ તેમના જીવનની શરૂઆતથી જ રંગભેદ અને ટીકાનો સામનો કરી રહ્યા છે. પોતાના ટિ્‌વટમાં શિવરામક્રિષ્નને તેમના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે, રંગને કારણે મેં આખી જીંદગી ભેદભાવ અને ટીકાનો સામનો કર્યો છે, તેથી તે હવે મને પરેશાન કરતું નથી. કમનસીબે તે મારા જ દેશમાં બન્યું છે.

Indian-Comentries.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *