Gujarat

ગીરગઢડાના કરેણી ગામે તાઉતે વાવાઝોડામાં મકાન સહાયમાં ભષ્ટ્રાચાર થયાની રાવ…

લાંચ દ્વારા તંત્રએ ૯ વ્યક્તિનઓને સહાયનો લાભ આપવામાં આવેલ છે તેની નામ યાદી ખાતા નંબર સાથે તા.વિ.અ. ને રજુઆત કરી..

તાઉતે વાવાઝોડામાં અસરગ્રસતોને સહાય ચુકવવામાં આવેલ હતી. જેમાં ગીરગઢડાના કરેણી ગામે નુકસાન થયેલ મકાનની સહાય આપવામાં મોટાપાયે ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે લાલજીભાઇ આર વાળાએ ગીરસોમનાથ જીલ્લા વિકાસ અધિકારીએ લેખિત રજુઆત કરી તટસ્થ તપાસની કરવા માંગણી કરેલ છે. તાઉતે વાવાઝોડામાં ખરેખર જે લોકોને નુકસાની સહાય મળવા પાત્ર હતી. તેમને ન મળતા અને જે રાજકીય વગ ધરાવતા લોકોને તાત્કાલીક સહાય ચુકવવામાં આવેલ હોય તા.૨૩ ઓગસ્ટ.૨૦૨૧ના રોજ તંત્ર દ્વારા ગામમાં એકજ પરીવારના તમામ સભ્યોને રૂ.૨૫ હજાર સહાય મળેલ હોય તેમજ એક વ્યક્તિના બેંક ખાતામાં બે-બે વાર રૂપિયા જમા કરવામાં આવેલા છે. તો શુ આ સહાય પરીવારના તમામ સભ્યોને ફાળવવામાં આવી હતી ? આ સહાય ચુકવવામાં તંત્ર દ્વારા ફંડ પધ્ધતિ અને લાંચ દ્વારા ઘણા લોકોને અંગત લાભ આપવામાં આવેલ હોય તેવા આક્ષેપ કરેલ. તેમજ તંત્ર ૯ વ્યક્તિનઓને સહાયનો લાભ આપવામાં આવેલ છે તેની નામ યાદી ખાતા નંબર સાથે રજુઆત કરી  આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને સહાયમાં થયેલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ અધિકારી સામે કાયદાકીય તપાસ કરી ધોરણસરના પગલા ભરવામાં આવે અને સહાયથી વંચિત રહેલા અને ખરેખર જેને સહાયની જરૂર છે તેવા લોકોને સહાય તાત્કાલીક ચુકવવામાં આવે અને ૩૦ દિવસમાં તપાસ કરવામાં આવે અન્યથા ૩૦ દિવસ પછી નામદાર હાઇકોર્ટ ગુજરાત તથા લોકયુક્તમાં જવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે લેખિત રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *