Gujarat

ગીરગઢડાના કોદીયા ગામે 4 વર્ષની દીકરી પર ખુંખાર દીપડાનો હુમલો ભોજનની તૈયારી કરી રહ્યા હતાને દીપડો ત્રાટક્યો

માસૂમ બાળકીના મોત થી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો.

ગીરગઢડાનાં કોદીયાની 4 વર્ષની બાળકી પરિવાર સાથે ભોજન કરવાની તૈયારી કરતી વખતે અચાનક દીપડો ત્રાટક્યો હતો. અને દીપડાએ બાળકી પર હુમલો કરી ગળાના તેમજ મોઢામાં ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. રાત્રીના સમયે બનાવ બનતા વનવિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને બાળકીના મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ.
કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાધાભાઈ ભકાભાઈ જોગરાણા પરીવાર સાથે ભોજન લેવાની તૈયારી કરતાં હતાં આ વખતે તેમની ચાર વર્ષ ની દિકરી ધ્રુવી બેન ફળીયામાં રમતી હતી. એ વખતે જંગલી વન્ય પ્રાણી માનવ ભક્ષી દિપડો અચાનક આવી ચડી ધ્રુવી પર આક્રમણ સાથે તરાપ માળી પકડી લેતાં ગળા છાતીનાં ભાગે ઈજા કરી ફાડી ખાધી હતી. અચાનક ઘટના બનતાં ત્યાં હાજર રહેલા લોકો એ દોડી ધ્રુવીને બચાવવાં પ્રયાસ કર્યો હતો. પરંતું એટલીવારમાં તરફડી તેનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં તાત્કાલિક વન્ય વિભાગને તેમજ એમરજનસી 108ને ફોન કરતાં તાત્કાલિક કોદીયા ગામે દોડી જઈ ને મૃતક ધ્રુવીને ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પી એમ માટે ખસેડેલ છે.
માનવ ભક્ષી દીપડા એ ચાર વર્ષ ની ધ્રુવીને ફાડી ખાધી હોવાની જાણ થતાં વન્ય વિભાગ નાં અધિકારી રેસકયુ ટીમેનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અને હોસ્પિટલમાં મૃતકના પરિવારને મળી દીપડાની ઘટનાની વિગતો મેળવી રહ્યો છે આ બનાવ બનતાં ધ્રુવીનું સમગ્ર પરીવાર શોકમય બની ગયું છે. અને આજુબાજુના વિસ્તારમાં દીપડાનો ભયનાં કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.
અત્રે નોંધનીય છે કે વન્યપ્રાણીઓના માનવ પરના હુમલાના બનાવો સતત વધી રહ્યાં હોય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તાર સુધી ઘસી આવ્યા છે.  અને માનવ પર હુમલાનાં બનાવો સતત વધી રહ્યા છે. જેથી ગીરકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓને જંગલ તરફ ખસેડવામાં આવે તે જરૂરી છે.