રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
રાજુલા પોલીસે મહેસાણા જીલ્લાના ઉંજા પો.સ્ટે.ના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલ્યો
આરોપીને ભોગનનાર સાથે પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા તથા પો.સબ.ઇન્સ કે.ડી.હડિયા અસરકારક પેટ્રોલીંગ ફરી વાઇટલ ઇન્સ્ટોલેશન સ્થળ તથા વાહન ચેકીંગ કરી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી ગુન્હાઓનો ભેદ ઉકેલવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલીંગમા હતા તે વખતે કાતર રોડ તરફ જતા હતા તે દરમ્યાન ખાખબાઇ ગામ તરફ જવાના રોડના પાટીયાની પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા પોતાની સાથે સગીર વયની દિકરીને લઇને બેઠેલ હોય જેની પુછપરછ કરી ખરાઇ કરતા મળી આવેલ મજકુર ઇસમ આ કામે મહેસાણા જીલ્લાના ઉંજા પોલીસ સ્ટેશનમાં જગન્નાથપુરા રાજપુતવાસમાં રહેતા ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોચલાવી તેમજ લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણા માથી ભગાડીને લઈ ગયેલ હોય જે અન્વયે ખરાઇ કરતા ઉંજા પો.સ્ટે ભાગ “એ” ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૩૨૪૦૫૬૮/૨૦૨૪ B.N.S કલમ ૧૩૭(૨),૮૭ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી ઉંજા પોલીસ સ્ટેશનને સોંપી આપી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી અપહરણ કરનાર મજકુર ઇસમને તથા ભોગબનનાર સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.
પકડાયેલ આરોપી(૧) વિપુલજી ભરતજી ઠાકોર રહે.ભુંણાવ તા.ઉંજા તા.મહેસાણા.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર સુ.આઇ.જે.ગીડા તથા અના.હેડ કોન્સ.અશોકભાઇ દલસુખભાઇ તથા સર્વલન્સ કોર્ડના અના.હેડ.કોન્સ.મધુભાઇ નથુભાઇ તથા અના.હેડ.કોન્સ.હરેશભાઇ ભાયાભાઇ તથા અના.હેડ.કોન્સ.સુરજભાઇ સોમાતભાઇ તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પો.કોન્સ કાળુભાઇ વેલજીભાઇ તથા મહિલા પો.કોન્સ ગીતાબેન ભલાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.


