Gujarat

ચાણસ્માના એક ગામની નાબાલિક યુવતી સાથે જબરજસ્તી શરીર સુખ માણનાર ઉચરપી ગામના ઈસમ વિરુદ્ધ પોકસો નો ગુનો નોંધાયો..

પાટણ…
અનિલ રામાનુજ ….

ચાણસ્માના એક ગામની નાબાલિક યુવતી સાથે જબરજસ્તી શરીર સુખ માણનાર ઉચરપી ગામના ઈસમ વિરુદ્ધ પોકસો નો ગુનો નોંધાયો..

ચાણસ્મા પીઆઈએ ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા..

ચાણસ્મા તાલુકાના એક ગામની સગીર વયની દીકરી ઉપર મહેસાણાના ઉચરપી ગામના ચૌધરી ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ નામના શખ્સ દ્રારા છેલ્લા છ માસથી તેણીની નાબાલિક હોવાનું જાણતો હોવા છતાં તેનો અવાર નવાર પીછો કરી તા. 15/3/24 થી તા. 15/9/24 ના સમય
ગાળા મા બળજબરીથી નાબાલિક છોકરી ને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની ગાડીમાં બેસાડી ગાડી અંદર જ છોકરીની મરજી વિરુદ્ધ બે થી ત્રણ વખત શરીર સબંધ બાંધી તેણીની સાથે બિભત્સ વતૅન કરતો વિડિઓ ફોટા બનાવી સોશ્યલ મિડિયા મા વાયરલ કરતાં નાબાલિક છોકરી ના પિતાએ ચૌધરી ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા ચાણસ્મા પોલીસે ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૬૨૪૧૦૪૯ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩(BNS) – ૬૪(૨ (m).૬૫(૧),૭૫(૨),૭૮(૨),૩૫૧(૩) તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨ (POCSO) ૩,૪,૫(L),૬,૧૨ તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમેન્ડમેન્ટ) એકટ સને-૨૦૦૮- ૬૬૯,૬૭ A,૬૭B (e) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચાણસ્મા પીઆઈ સોનલબેન ફતેસિહ ચાવડા ચલાવી રહ્યા હોય તેઓ દ્રારા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

IMG-20240919-WA0048.jpg