જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ નુકશાન અન્વયે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી..
સબંધિત અસરગ્રસ્તોને સમયમર્યાદામાં ચુકવણી કરવામાં આવી..
ચોમાસુ-૨૦૨૪ દરમિયાન પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ નુકશાન અન્વયે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી માનવમૃત્યુ સહાયના ૧ (એક) કિસ્સામાં રૂ.૪,૦૦,૦૦૦/-, માનવઈજા સહાયના ૨ (બે) કિસ્સામાં રૂ.૨૧,૪૦૦/-, પશુમૃત્યુ સહાયના ૨૩ (તેવીસ) કિસ્સામાં રૂ.૭,૨૨,૫૦૦/- તથા મકાન નુકશાન સહાયના ૫૧ (એકવન) કિસ્સામાં રૂ.૨,૨૪,૦૦૦/-ની સહાય મળી કુલ રૂ.૧૩,૬૭,૯૦૦/- રકમની સહાય સબંધિત અસરગ્રસ્તોને સરકારશ્રીના ઠરાવ અનુસાર સમયમર્યાદામાં ચુકવણી કરવામાં આવેલ છે. એવું નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) ની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
