Gujarat

ઉના શહેરમાં એ.કે ગ્રુપ આયોજીત ચંદ્રકિરણ કા રાજાનું રાત્રીના લાઇવ ડીજે સાથે ધામધુમથી વિસર્જન હજારોની સંખ્યામાં લોકો જોડાયા

લોક ગાયક રાજલ બારોટ અને હિરલ રાવળે રમઝટ બોલાવી

ઉના શહેરમાં એ.કે ગ્રુપ આયોજીત ચંદ્રકિરણ કા રાજાનું રાત્રીના લાઇવ ડીજે સાથે ધામધુમથી વિસર્જન હજારોની સંખ્યામાં લોકો જોડાયા

ઉના શહેરમાં ચંદ્રકિરણ કા રાજા ગણપતિ બાપ્પા વિસર્જન ઉત્સવમાં રાત્રીના લાઇવ ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ધામધુમથી વિસર્જન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા જોડાયા હતા ગણેશ ઉત્સવ 2024 આયોજીત કોળી સમાજના યુવા કોળી સંગઠનનાં પ્રમુખ, અને નગર પાલિકા સદસ્ય અલ્પેશ કાનજીભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ કા રાજા ગણપતિ બાપ્પા વિસર્જન ઉત્સવમાં ઉના ત્રિકોણ બાગથી શાહ એચ.ડી હાઇસ્કુલ સુધી ગુજરાતી ફેમસ લોક ગાયિકા રાજલ બારોટ તેમજ હિરલ રાવલએ લાઇવ ડી સાઉન્ડ સિસ્ટમ સાથે ગણપતિ બાપ્પાના ગીત સાથે રમઝટ બોલાવી હતી આ વિસર્જન ઉત્સવમાં ઉના શહેર તથા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો નિહાળવા ઉમટી પડયા હતા. અને ટાવર ચોક પાસે ગણપતિ બાપા ઉપર રંગબે રંગીન ફુવારાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ વિસર્જનમાં પોલીસનો ચૂસ્ત બંધોબસ્ત સાથે વાજતે ગાજતે નીકળતા હતા

IMG_20240919_212026.jpg